About Us

 

ૐ હરી ૐ

ૐ નમ: શિવાય

સાંકૃત ગોત્રીય પાઠક પરિવારની સ્થાપના તા. ૨૮-૧૧-૧૯૯૯ ને રવિવાર સંવત ૨૦૫૬ ના કારતક વદ ૬ (છઠ) ના દિવસે થયેલ હતી.

આપણે બધા ઔદીચ્ય ટોળક કેવી રીતે થયા અને પછી જોષીમાંથી પાઠક કેવી રીતે થયા તેની વિગતવાર માહિતી આગળ આપવામાં આવેલ છે.

હવે આપણે સાંકૃત ગોત્રીય પાઠક પરિવાર મૂળ કંડાચ, જી. પંચમહાલ થી વાઘોડીયા આવેલા અને મૂળ દાજીભાઇ પાઠક ઉર્ફે ગદાધર પાઠકનો વંશવેલો કેવી રીતે આગળ વધ્યો અને અત્યારે આપણે બધા કયાં છે અને આપણે એક જ કુટુંબના સભ્યો હોય આપણી એકબીજાની કેટલી પેઢી થાય છે તે જાણવા માટે આ સાથે વંશાવલી આપવામાં આવી છે તે દરેક ભાઇઓએ જોઇ લેવી અને તેમાં કંઇ ક્ષતિ જણાય તો અમારા  યાન ઉપર લાવવા વિનંતી.

વધુમાં આપણા કુટુંબનાં કુળદેવી માતાજી ભટ્ટારીકા છે અને વર્ષોથી સેવકરામના પાંખીયાવાળા આપણે દરેકના વારા મુજબ દરેક ચૈત્ર માસમાં (નવરાત્રી) પહેલા દશ દિવસ સ્થાપના કરીએ છીએ અને ઉજવીએ છીએ તે માટે કયા વર્ષે કયાં કુટુંબમાં કોનો વારો આવે છે, તેની માહિતી સાથે આપવામાં આવેલી છે. માતાજીના સ્થાપના અંગેની વિધી અંગેની માહિતી નીચે આપવામાં આવેલ છે. સેવકરામના ભાઇ દાજીરામના કુટુંબના વારસોએ આસો માસમાં અખંડ દિવો રાખી અપવાસ કરવાના છે.

આપણા કુટુંબની કેટલીક માહિતી નીચે પ્રમાણે છે.

પાદર

હાલમાં

અટક

પ્રવર

ગોત્ર

કુળદેવી

ગણપતિ

મહાદેવ

ભૈરવ

કાળાંતરે અટક વૃધ્ધિ પામીને

૧૦

રેગુણજ

રેગુણજ

પાઠક

સાંકૃત

ભટ્ટારીકા

વિગ્રરાજ

ધુર્જટેશ્વર

ચંડ

જોષીમાંથી પાઠક થયા

 

 તા.ક. સમસ્ત ઔદિચ્ય ટોળકીયા બ્રાહ્મણો યર્જુવેદીય અને માંઘાદિની શાખાના છે.

દરેક બ્રાહ્મણે ગાયત્રી મંત્ર કરવો જોઇએ અને તેના અંગેનો એક લેખ આગળ રજુ કરવામાં આવેલ છે.

આથી વિશેષ કોઇ માહિતી મળતી જશે તેમ હવે પછી યોજાનારા વાર્ષિક સંમેલનમાં જણાવતા રહીશું. જે કોઇની પાસે આવી વિશેષ માહિતી હોય તે આપણા કુટુંબીઓના હિતાર્થે અમોને આપતા રહેશો.

 

આપણા કુળદેવી માતાજીની સ્થાપના અંગેની માહિતી

 

 

ફાગણવદી અમાસના દિવસે જેણે નવરાત્રીમાં ઉપવાસ કરવાનો હોય તેમણે એક ટાણુંકરવું. એક ટાણું દાળ, ભાત, શાક, કંસાર વગેરેથી (વધારાનું જે કંઇ યોગ્ય લાગેતે સાથે) કરવું.

ચૈત્રસુદી પડવાના દિવસે સારા શુભ, લાભ, અમૃત ચોઘડીયામાં આપણા શુકલદેવને – તે નાહોય તો બીજા કોઇ બ્રાહ્મણ (જે વિધિનો જાણકાર હોય તેવો) ને બોલાવી તેમનીમારફતે આપણે માતાજીની સ્થાપના કરવી – કરાવવી.

સ્થાપનામાં જરૂરીયાતની વસ્તુઓ નીચે પ્રમાણેની છે.

(૧)કુંભ કાદવનો – ડાઘા વગરનો (૨) ચપ્પણ કાદવનું (૩) શ્રીફળ (૪) ગરમોટી (૫)છાણાં  (૬) સપ્તધાન એટલે – ડાંગર, જવ, તલ, ઘઉં, જુવાર, ચણા, વાલ (૭)પુંજાપો – નાડુ વગેરે (૮) તેલનો અખંડ દિવો (સ્થાપનાથી વિસર્જન કરતા સુધીરાખવો)

જેણેઉપવાસ કર્યો હોય તેણે બે ટાઇમ ફરાળનું નૈવેદ્ય શ્રીમાતાજીને ધરાવવું પછીઉપવાસ કરનારે ફરાળ કરવો પોતાની અનુકૂળતા પ્રમાણે એકવાર, બેવાર કરવો.ફરાળમાં – રાજગરો, શીગોંડા, મોરીયો, સાબુદાણા, બટાકા, સુરણ, દુધ, દહીં, શ્રીખંડ, કેળાં, ફળફળાદિનો ઉપયોગ કરી શકાય. અથાણામાં મેથી, મરચુ, મીઠુ અનેગોળનો ઉપયોગ કરી શકાય. અથાણામાં રાઇ, હળદર, હીંગ વાપરવી નહી.

આઠમનાદિવસે હવન કરવો. હવન માટે બ્રાહ્મણને બોલાવી હવનની વિધી પ્રમાણે હવનકરાવવો. હવનમાં શ્રીમાતાજીની સ્થાપના પાસે પુરતી જગ્યા હોય તો સોપારીનેબદલે શ્રીફળ પણ હોમી શકાય. દશેરાના દિવસે શ્રીમાતાજીને નૈવેદ્ય ધરાવવું.તેમાં દાળ, ભાત, શાક, કંસાર અવશ્ય કરવો. બીજી વધારાની સામગ્રી પણ બનાવીધરાવી શકાય પરંતુ કંસાર તો અવશ્ય હોવો જોઇએ.

શ્રીમાતાજીનેસારા કામ માટે ફરીથી પધારવા વિનંતી કરવી અને પછી ઉત્થાપન કરવું. તેમાંજ્વારા વિગેરે તેમજ હવનની તમામ વસ્તુઓ નદી કે તળાવમાં જયાં વધારે પાણીનીસગવડ હોય તેમાં પધરાવી નમસ્કાર કરવા.

નોંધ : કુંભ અને શ્રીફળ પધરાવવો નહીં અને શુકલ ને કે બ્રાહ્મણને આપી દેવું.

 

ૐ હરી ૐ

 

આપણે સર્વે ઔદીચ્ય ટોળક જ્ઞાતિજનો નો સંક્ષિપ્ત ઇતિહાસ

વનરાજચાવડાએ ગુજરાતની રાજધાની અણહલીપુર – પાટણ સંવત ૮૦૨ ના વૈશાખ સુદ ૩ નેશનિવારે વસાવી, જે હાલમાં પાટણ તરીકે ઓળખાય છે. આ વંશના છેલ્લા રાજાસામંતસિંહ હતા, અને તે નિ:સંતાન હોવાથી તેની બહેન લીલાદેવીનો પુત્ર મૂળરાજગાદીનો વારસો થયો.પ્રણાલીગત માન્યતાને લીધે તે સઘળા રાજકુળનો નાશ કરી ગાદીઉપર આવ્યો. પરંતુ વૃધ્ધાવસ્થામાં ભયંકર રોગમાં પટકાઇ ગયો. ઘણી જ માવજત કરવાછતાં રોગ દૂર ન થતાં ગાદી મેળવવા અઘટિત કાર્ય કરવાનાં પરિણામનું ફળ રોગછે, તેમ મનમાં લાગવા લાગ્યું. આથી અઘટિત કર્મોના પ્રાયશ્ચિતરૂપે સરસ્વતીકિનારે આવેલ કદરથ ઋષિના આશ્રમે યજ્ઞ કરવાનો નિર્ધાર કર્યો, અને આ યજ્ઞ માટેરૂદ્રમહાકાળનું ભવ્ય મહાદેવનું મંદિર બંધાવ્યું. જે હાલમાં રૂદ્રમહાલના નામે ઓળખાયછે. મહાદેવની પ્રતિષ્ઠા સાથે મહારૂદ્રનો આરંભ કર્યો અને રાજા અસલઆર્યાર્વતનો વતની હોવાથી ઉત્તરપ્રદેશમાંથી મોટી સંખ્યામાં એટલેકે૧૦૧૩બ્રાહ્મણોને સહકુટુંબ તેડાવી પ્રતિષ્ઠાનો આરંભ કર્યો.

પ્રતિષ્ઠા – પૂર્ણાહુતિ બાદ, યજ્ઞમંડપમાં સર્વ આમંત્રિત ભૂદેવોને, પોતાના દેશમાં કાયમી રહેઠાણ બનાવવા વિનંતી કરી અને પ૦૦ બ્રાહ્મણોને સિંહપુરની (શિનોરની) આજુબાજુનાં અને ૫૦૦ બ્રાહ્મણોને સિધ્ધપુરી આજુબાજુનાં ગામોમાં સહકુટુંબ વસાહટ કરવા સારુ જમીન આપી. આથી શિહોરી અને સિધ્ધપુરી એમ બે સંપ્રદાયો પડયા છે, અને તેઓ સર્વ ઉત્તરમાંથી આવી અને હજારની સંખ્યામાં હોવાથી ઔદિચ્ય સહસ્ત્ર જાતિ તરીકે ઓળખવા લાગ્યા.

આમંત્રિતકુટુંબોમાંથી બાકી રહેલ ૧૩ કુટુંબોમાં અગ્નિહોત્રિ, યર્જુવેદી માધ્યંદિનીશાખાના મુખ્ય હતા. યજ્ઞ કરાવવામાં આચાર્ય, બ્રહ્મા, સદશ્ય, ગણપત્ય, સર્વોપદષ્ટા, અને આઠ દ્વારપાળ મળીને તેર બ્રાહ્મણો હતા. તેઓ ઉપર્યુકત ૧૦૦૦બ્રાહ્મણોમાં સર્વોત્તમ હતા તથા તેમની ટોળી જુદી હોવાથી તેઓનું નામ ટોળકિયાઔદિચ્ય પડયું. તેમજ મૂળરાજના સમયમાં પ્રથમ દાન લેવાનીના પાડી અને ટોળુવળીને બ્રાહ્મણો બેઠા હતા તેમના વંશજો ઔદિચ્ય ટોળકીયા કહેવાયા.

આબ્રાહ્મણો અતિ વિદ્વાન અને અગ્નિહોત્રના કામમાં નિપુણ હોવાથી રાજાએઆબ્રાહ્મણ કુટુંબોને કાયમી વસવાટ ગુજરાતમાં રાખવા આગ્રહભરી વિનંતી કરતાંતેઓએ જયાં સ્વયંભૂ મહાદેવ હોય અને રાજા તરફથી રક્ષણ માટે બાહેંધરી મળેત્યાં કાયમી વસવાટ સારુ, આમંત્રણ સ્વીકારી, ગુજરાતમાં સાબરમતી, મેશ્વો, વાત્રક, શેઢી અને મહી નદીની આજુબાજુના પ્રદેશમાં રહેવાનાં સ્થળો પસંદકર્યા.

(૧) ઉત્તમ આચાર્ય પદ ધારણ કરનારે વાત્રક કિનારે, પારાસર મહાદેવની પાસે, બ્રહ્મપુરી વસાવી. આ જ્ઞાતિના લોકો બામણોલા પંડયા કહેવાયા.

આ બ્રાહ્મણ તપસ્વી અને ચાર વેદ ભણેલા હતા. આથી તેઓને પ્રથમ તિલક કરવાની પદવી આપવામાં આવી હતી.

ખંભાતમાંટોળી પંડયા કૃષ્ણાત્રી ગોત્રના બ્રાહ્મણ રાજાના વૈદ્ય ઘણા ધનવાન હતા.તેમણે પોતાની કુળદેવી ચામુંડાનો જીર્ણોધ્ધાર કરીને સ્વજ્ઞાતિમાં ચરૂનુંલહાણું કરવા માટે જ્ઞાતિનો મેળાવડો કર્યો. આ લાભ લેવા સારું ઘણા જજ્ઞાતિબંધુઓ આવવા લાગ્યા. બામણોલ પંડયા જ્ઞાતિનો મોટો સમુદાય ધીમે ધીમેઅશિક્ષિત અને શુદ્ર વાણી બોલનાર બંનેનો હોવાથી તેઓને પ્રથમ તિલક કરવાનુંબંધ કરવામાં આવ્યું.

(૨) બીજી પદવી સોમશર્માકૃષ્ણત્રી ગોત્રના અને જેમનો યજ્ઞમાં બ્રાહ્મણો અધિકાર હતો તેમના વંશજોને તિલક કરવાની પરવાનગી મળી.

શ્રીસોમશર્મા એ મહાસાગરના સંગમ ઉપર કોટેશ્વર મહાદેવની પાસે શ્રીસ્થલમાં નિવાસકર્યો અને પછી ખંભાતમાં જઇ વસ્યા, અને ખંભાતી કહેવાયા. આમાં પંચ દશા, વીશાએમ ત્રણ શાખાઓ પડી. તદુપરાંત નગરા, નારદી બ્રાહ્મણો ભળ્યા છે તે સામવેદીત્રવાડી કહેવાય છે.

(૩) ત્રીજા અધિકારવાળા ભવશર્મા પૌલસ્ત્ય ગોત્રના પંચ પ્રવરી ઋષિએ મેશ્વો નદીના કિનારે, કનીજમાં નીલકંઠ મહાદેવની પાસે નિવાસ કર્યો.

ગોત્રોચ્ચાર પ-૩

આ વંશ ઘણો વૃધ્ધિ પામ્યો અને જે ગામમાં ગયા તે ઉપરથી જુદી જુદી શાખાઓ થઇ.

(૪)ચોથા અધિકારવાળા વિષ્ણશર્મા શાંડિલ ગોત્રના યજુર્વેદી શેઢી નદીના કિનારેસિધ્ધેશ્વર મહાદેવના સાંનિધ્યમાં માતરમાં નિવાસ કર્યો.તેઓનોગોત્રોચ્ચારનીચે મુજબ છે :

 

II शाण्डिल असित देवलेती त्रिप्रवरान्वित

यजुवेदांतर्गत मध्यान्दिनीशाखा ध्याइनं II

આ વંશમાંથી ભટ્ટ, શુકલ અને જાની એમ ત્રણ શાખા થઇ.

(૫)પાંચમાં અધિકારવાળા મિત્રશર્મા કશ્યપ ગોત્રના હતા. તેમનો યજ્ઞમાં અધિકારસર્વોપદષ્ટાનો હતો. તેમણે શેઢી નદીના કિનારે ડભાણ પસે હરેરા ગામ પાસેભીમનાથ મહાદેવ પાસે નિવાસ કર્યો. આ બ્રાહ્મણો ઘણા જ વિદ્વાન હતા. તેઓનોગોત્રોચ્ચાર નીચે પ્રમાણે છે :

काश्यप अवत्सार नेधि त्रिपवरान्वित यजुर्वेदांतर्गत मा

એમના વંશજો હરેરા પરોત એવા નામથી ઓળખાય છે.

(૬)છઠ્ઠા અધિકારવાળા, ઋગ્વેદનું  પારાયણ કરનાર ભારદ્વાજ ગોત્રના યજુર્વેદીબ્રાહ્મણ શેઢી નદીના કિનારા ઉપર દેવગ્રામમાં (દેગામ) ભૂતનાથ મહાદેવની નજીકરહયા અને ત્યાંથી ડભાણ ગયા. તેથી તેઓ ડભાણા કહેવાયા. આમાં પણ ભટ્ટ, શુકલ, પંડયા એમ ત્રણ શાખાઓ પડી. તેમાં ભટ્ટ ઉત્કૃષ્ટ ગણાય છે. એ ડભાણ તથા માતરનાબ્રાહ્મણોએ ઘણાને પવિત્ર કર્યા છે તેથી તેઓ પ્રસિધ્ધ છે. તેઓનોગોત્રોચ્ચારનીચે પ્રમાણે છે :

भरध्वाज आंगिरस भार्हस्पत्ये त्रिपवरान्वित यजुर्वेदांतर्गत मा

(૭)સાતમા અધિકારવાળા ઋગ્વેદના સ્વાધ્યાયી કશ્યપ ગોત્રના યજુર્વેદી બ્રાહ્મણશેઢી નદીના કિનારે અર્જુનપુર સચરેશ્વર મહાદેવ પાસે વસ્યા.તેઓનોગોત્રોચ્ચાર નીચે પ્રમાણે છે :

काश्यप अवत्सार रैम्येति त्रिपवरान्वित यजुर्वेदांतर्गत मा

(૮)આઠમાઅધિકારવાળા દતશર્મા કશ્યપ ગોત્રનાવાત્રકના કિનારે ખેડામાં સોમનાથ મહાદેવ પાસે વસ્યા. તેમને ખોડિય કહે છે.આમાં વ્યાસ અને ખોડિયા એમ બે શાખાઓ પડી. તેમાં વ્યાસ ઉત્કૃષ્ટ છે. તેઓએમોટા કુળવાન ગણાવવા માટે પોતાનો વેદ ફેરવ્યો. તેઓનોગોત્રોચ્ચાર નીચે પ્રમાણે છે:

काश्यप आसित देवलेति विप्रवरान्ति त्रिपवरान्वित यजुर्वेदांतर्गत माध्यंदि…

(૯)નવમાઅધિકારવાળા ભવશર્મા ભારદ્વાજ ગોત્રના સાબરમતી કિનારે રામનાથ મહાદેવ પાસેઅસારવામાં વસ્યા., તેઓ આશાવલા વ્યાસ કહેવાય છે. ત્યાંથી હરયાળામાં ગયા તેનેહરિયાળા કહે છે. એમનો ગોત્રોચ્ચાર નીચે પ્રમાણે છે :

भरध्वाज आंगिरस बार्हस्पत्ये त्रिपवरान्वित यजुर्वेदांतर्गत माध्यं

(૧૦)દશમાઅધિકારવાળા સામદેવનું પારાયણ કરનાર દતશર્મા આંગીરસ ગોત્રના વાત્રકને કાંઠેભટકુંડામાં વૈજનાથ મહાદેવ પાસે વસ્યા. તેઓ ભટકુડયા વ્યાસથી ઓળખાયા.

आंगिरस ओतक्ष्य गौत्तमेति त्रिपवरान्वित यजुर्वेदांतर्गत माध्यं

તેઓનો ગોત્રોચ્ચાર નીચે પ્રમાણે છે :

(૧૧)અગિયારમાઅધિકારવાળા વિશ્વશર્મા વશિષ્ટ ગોત્રના મહી નદી કાંઠે સાયણેશ્વર પાસે સુમારગામમાં વસ્યા. ત્યાંથી શીસવામાં જઇને વસ્યા. તેથી શીશવા પંડયા કહેવાયાતેમનો ગોત્રોચ્ચાર નીચે પ્રમાણે છે :

वसिष्ठेन्द्र प्रमदा त्रिपवरान्वित यजुर्वेदांतर्गत माध्यं…

(૧૨)બારમાંઅધિકારવાળા અથર્વવેદનું પારાયણ કરનાર ભીમશર્મા કશ્યપ ગોત્રના યજુર્વેદીબ્રાહ્મણ મહી નદીના કાંઠઅચલેશ્વર મહાદેવના પાસે આંકલાવમાં વસ્યા. તેથીઆંકલાવ ભટ્ટના નામે ઓળખાયા.તેઓનોગોત્રચ્ચાર નીચે પ્રમાણે છે :

काश्यप अवत्सार रैम्येति छिप्रवरान्ति त्रिपवरान्वित यजुर्वेदांतर्गत मा

(૧૩)તેરમાં સાંકૃત ગોત્રના માહિ નદીના કિનારે રુગુણજમાં ધુર્જટેશ્વરપાસે વસ્યા અને રુગુણા જોષી નામથી ઓળખાયા.તેઓનો ગોત્રચ્ચાર નીચે પ્રમાણે છે :

सांकृत अत्रि उदा लकेति त्रिपवरान्वित यजुर्वेदांतर्गत मा…

આરીતે તેર બ્રાહ્મણોને સ્થળ અને જમીન આપી, તેઓ વેદપારાયણ, શિવપૂજન, અગ્નિહોત્ર અને વિદ્યાર્થીઓને ભણાવીને જીવન ગુજારતા હતા. તેઓએ પોતાનોવ્યવહાર ચલાવવા માટે કન્યાની આપલે કરવા સારુ નીચે પ્રમાણે તડ બાંધ્યા.

કશ્યપીએ      :       શાંડિલને, ભારદ્વાજને, વશિષ્ઠને કન્યા આપવી.

એત્રિએ         :       પૌલસ્ત્યને, શાંડિલને કન્યા આપવી.

પૌલસ્તીયે     :       કશ્યપીને કન્યા આપવી.

ભારદ્વાજે       :       શાંડિલ અને પૌલસ્તને કન્યા આપવી.

વશિષ્ઠે         :       સાંકૃતને અને આંગીરસને કન્યા આપવી.

આંગીરસે      :       શાંડિલ અને ભારદ્વાજનેકન્યા આપવી.

સાંકૃતે          :       આંગીરસ અને શાંડિલનેકન્યા આપવી.

 

 

ગાયત્રીની સાધના, સિદ્ધિ અને શક્તિ

 

ૐ ભૂર્ભુવ: સ્વ: ૐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધિમહિ ધિયો: યોન: પ્રચોદયાત

ઇતિહાસ – પુરાણોમાંથી જાણવા મળે છે કે તપની શરૂઆત ગાયત્રીથી જ થઇ. વિષ્ણુની નાભિમાંથી જે કમળની ડાળી નીકળી તે જ ગાયત્રી હતી. સૃષ્ટિનું નિર્માણ કરતાં પહેલાં બ્રહ્માજીને ગાયત્રીનું જ્ઞાન મળ્યું. તેઓએ સૈકાઓ સુધી તપ કરી નિર્માણશક્તિ પ્રાપ્ત કરી શકયા. શંકર મહાપ્રભુની યોગમાયા ગાયત્રી છે, અને તેની મહાસમાધિમાં લીન રહેતા. મહાશક્તિનું વિભાજન, સતોગુણી સરસ્વતી, રજોગુણી લક્ષ્મી અને તમોગુણી કાલિ એમ ત્રણ સ્વરૂપમાં સમાયેલું છે.

આ ગાયત્રી મહામંત્રના આધારે સપ્તઋષિઓએ સાધના અને તપશ્ચર્યા કરી. મોટા મોટા ઋષિઓનું જીવનચરિત્ર વાંચતા અને સહેજમાં ખ્યાલ આવી જાય છે કે, તેઓની મહાનતા, ગાયત્રીના આધારે જ હતી.

આત્માને પરમાત્મા બનાવનારી અને તુચ્છને મહાન બનાવનારી શક્તિ ગાયત્રીનો મહિમા આપની જ્ઞાતિના બાળકથી માંડી સર્વેને ખબર છે. બાળકને ઉપનયન સંસ્કાર દ્વારા ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે છે. આ અંગે ધામધુમથી મોટા ખર્ચ કરવામાં આવે છે, અને મહાન શક્તિ ગાયત્રી મંત્રની દીક્ષાને મુખ્ય ન ગણતાં તેને કોણે કેટલી ભિક્ષા આપી ? શું આપ્યું? અને ભોજનવિધિમાં રચ્યાપચ્યા રહીએ છીએ.

આજના આ જમાનામાં ગાયત્રી મંત્રની ઉપાસના બ્રાહ્મણ કુટુંબોમાં થતી હશે તેના કરતાં વધુ બીજી જ્ઞાતિના બંધુઓ કરી રહ્યા છે, અને તેઓ આ મહામંત્રને ઇષ્ટમંત્ર તરીકે અપનાવી રહયા છે. ત્યારે આપણા ઉત્તમ ધર્મ તરીકે દીક્ષા પામેલ મંત્રની ઉપાસનામાં આપણે શા માટે લીન થતાં નથી ?

ગાયત્રીની ઉપાસનામાં ભગવાનને માતાના સ્વરૂપમાં માનવામાં આવેલ છે. માતા બાળકોને સંરક્ષણ આપનાર છે અને સ્નેહ આપનાર છે, અને માતાનો સ્નેહ ઉંચો, નિ:સ્વાર્થ અને ત્યાગની ભાવનાથી ભરપૂર હોય છે. એટલે જ કહેવાય છે :

                   ‘‘કુપુત્રો જાયેત્ ક્વચિદપિ કુમાતા ન ભવતિ’’

એટલે માતૃસ્વરૂપમાં ભગવાનને આવી, તેના ખોળામાં આળોટવાની અને તેના વાત્સલ્યમાં ઉપાસના કરવામાં ગતિનો વેગ વધે છે. ઉપાસના યાચનાની નહિ પણ આત્મદાનના ભાવનાની રહે તે ખાસ જોવું જરૂરી છે. ગાયત્રીના સાધકે, માંગવાની તુચ્છતા છોડી સમર્પણની મહાનતા મેળવવા વ્યાકુલ બનવું જોઇએ.

ગાયત્રીનાં સહસ્ત્ર નામો છે, અને દરેક નામ પાછળ ઉંડી ભાવના સમાયેલી છે. તે નામોની સાથે વિવિધ રૂપો પણ જોડાયેલા છે આ સહસ્ત્ર નામાવલીમાં ‘‘અ’’ થી લઇને ‘‘જ્ઞ’’ અક્ષરો સુધીના બધા જ અક્ષરો સમાયેલા છે, અને તે સ્વરયંત્રથી લઇને નાભિ સ્થાન સુધી આવેલ સૂક્ષ્મ ઉપત્યિકાઓમાંથી નિરંતર નીકળનારા અવાજોને આધારે નકકી કરવામાં આવે છે અને ૫૪ અવાજોને કંઠથી નાભિ સુધી આવેલી ઉપત્યિકાઓામાં આવેલ અનેક સદગુણો અને સત્પ્રવૃતિઓનો બીજમંત્ર સમજવો જોઇશે. દેવનાગરી લિપિના સ્વર – વ્યંજનોની બનેલી વર્ણમાળા પણ એક જાતની મંત્રસાધના નથી શું ? આ વર્ણમાળાના ઉચ્ચારતાં સંબંધિત દેવશક્તિઓ જાગૃત થાય છે. વર્ણમાળાના ૫૪ અક્ષરો માટે એક વખત કંઠથી નાભિ સુધી આવવા અને બીજી વખત નાભિથી કંઠ સુધી પાછા આવવા એટલે ૫૪ x ૨ = ૧૦૮ શું માળાના મણકાનું રહસ્ય નહિ હોય ?

ગાયત્રીની અસંખ્ય શક્તિઓ અને તેના સાનિધ્ય વિષે વિચારતાં, જેમ યજ્ઞોના કુંડમાં આપવામાં આવતી આહુતિઓ વખતે જવાળા ઉછળે છે તેવી જ રીતે વિશ્વની મહાન શક્તિ સરિતા ગાયત્રીની લહેરો જ એ દેવશક્તિઓના રૂપમાં દેખાય છે. બધા જ દેવતાઓની એકત્રિત શક્તિને યોગ્ય ગણવી જોઇએ.

ગાયત્રીની શક્તિનો મહિમા જાણ્યા પછી સિધ્ધિનો મહિમા જાણવો અને અમલમાં મૂકવો જરૂરી છે.

અન્મય કોશ,  પ્રણાયમ કોશ, મનોમન કોશ, આનંદમય કોશ અને વિજ્ઞાનમય કોશનું આવરણ દૂર કરવાની ગાયત્રી સાધનાઓ ગાયત્રી મહા વિજ્ઞાનમાં વિસ્તારથી ચર્ચવામાં આવી છે.

અન્મય કોશ સાધનામાં ઉપવાસ, આસન, તત્વશુધ્ધિ અને તપ મુખ્ય છે. પ્રાણાયમ કોશની સાધનામાં પ્રાણશક્તિની અખૂટધારા તેમાંથી વહે છે. મનોમન કોશનું વૈધન અનેક વિશેષતાઓ ઉત્પન્ન કરે છે. વિજ્ઞાનમય કોશથી આત્માના દિવ્ય પ્રકાશનો સ્વપ્ન અનુભવ થાય છે. આનંદમય કોશની સાધના છેલ્લી છે. તેમાં ૨૭ જાતની વિવિધ સમાધિઓ સમાયેલી છે અને તેના ફળરૂપે શબ્દ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. ધ્વનિથી દૈવી સંદેશ સંભળાવવા લાગે છે.

આમ આ પંચ કોષોના આવરણો દૂર કરવાનું અને તે સમયમાં મળનાર સુખ અને શાંતિનો પ્રત્યક્ષ અહોભાવ ગાયત્રી સાધનાથી જ થાય છે.

માનવીનું મન અને મગજ શક્તિવાળી અને ચુંબકીય ગુણવાળું યંત્ર છે, તેના અણુએ અણુ અને પરમાણુની કાર્યશક્તિનું માપ માપવામાં આધુનિક વિજ્ઞાન જગતમાં પણ નવાઇ ઉપજાવે છે.

પ્રથમ ભાવના મનમાં આવ ચિતને એકાગ્ર કરે છે. તેમાંથી ચુંબકશક્તિની મદદથી યોગ્ય તત્ત્વોને અખિલ આકાશમાંથી ખેંચાય છે, ગાયત્રીના સાધકના મનમાં સાધના પાકતી રહે છે. ત્યાં સુધી માનવીમાં આમદ અને પ્રમાદનાં ચિહ્નો રહે છે, અને તેની અસર સ્વાસ્થ્ય ઉપર પણ દેખાય છે. સિધ્ધિ, સાધના પૂર્ણ થતાં મળે છે. તેનાથી ભાવના પેદા થાય છે. સારા-ખોટા પ્રસંગોનો આભાસ પહેલેથી જ થાય છે, અને આશીર્વાદ સફળ કલ્યાણકારી બની જાય છે, પરંતુ આજકાલ સમાજમાં જુદો જ પ્રવાહ વહે છે. જુગાર, લોટરી, પોતાનું ધારેલું કાર્ય પૂરું કરવામાં સફળતા પ્રાપ્ત કરવા, ઇશ્વર ઉપાસના, જપતપ, પૂજાપાઠ વગેરેને સાધન બનાવી દીધાં છે.

ટૂંકમાં, ગાયત્રી મંત્રની શક્તિ અને સિધ્ધિઓનું પાસું ઘણું જ મોટું છે. આ મંત્રને આપણે રૂઢિ પુરાણી રીતે યજ્ઞોપવિત દ્વારા બાળકને દીક્ષા આપી બાળક તે મંત્રનું જતન કરે છે કે નહિ તે જાણવાની દરકાર રાખતા નથી એ ઘણી જ દુઃખદ બીના છે. આ મંત્ર ફકત બાળક કે પુરુષ ધારણ કરી શકે છે તે માન્યતા દૂર કરવી જોઇએ. અને દરેક સ્ત્રી અગર પુરુષે, આ મંત્રને પોતાના મનમાં રટણ કરતો કરવો જોઇએ અને જરૂરી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંધ્યા  કરી મંત્રની ઉપાસના દરેક કાર્યમાં સફળતા અપાવે છે તે માટે જરૂરી છે, શાંત મન, શુધ્ધ વિચારો અને પૂજપાઠ માટે સ્વચ્છ જગ્યા.

આશા છે કે મારાં નાના ભાઇબહેનો આ મંત્રને સંપૂર્ણ રીતે સમજવા પ્રયત્ન કરે, અને પોતાના બ્રાહ્મણ જીવખોળિયાને ફકત ઔપચારિકતા સંધ્યા – પૂજામાં ન ખપાવતાં પોતાના મનને ગાયત્રી ઉપાસનામાં તલ્લીન બનાવે.

વધુમાં ગાયત્રી ઉપાસનાના કેટલા ફાયદા છે અને કેવા ચમત્કાર થાય છે તેના કેટલાક અનુભવો નીચે આપવામાં આવેલા છે.

અનુભવ એવો છે કે આપણી વંશાવલીમાં જેઓનો સમાવેશ થાય છે તેવા એક ભાઇ (હાલ વડોદરામાં છે) ચૈત્ર માસના નવરાત્રીમાં ૧૦ દિવસમાં અનુષ્ઠાન સવા લાખથી ગાયત્રી જપનું કરતા. એવા બે ત્રણ અનુષ્ઠાન કરેલાં.તેઓની સ્થિતિ મધ્યમ હતી, તેઓ મોટર ખરીદી શકે તેમ નહોતા. જુની મોટર પણ ખરીદી  શકે તેમ નહોતા, છતાં તેઓની મનમાં ઇચ્છા થઇ કે મારે મોટર હોય તો સારૂ એટલે તેમના ઉપર માતાજીએ ગાયત્રીમાએ કૃપા કરી અને તેમના મિત્રને ખબર પડી કે એમને મોટરની ઇચ્છા થઇ છે તો તેમના મિત્રે તેમને વગર માગે તેમને જુની લેન્ડાસર ગાડી મોકલી આપી. પછી તેઓને તેમને ધીરે ધીરે રકમ આપી, પરંતુ ત્યાર પછી તેઓએ તે વેચી પછી નવી લીધી. એ રીતે ગાયત્રી માતાના જપ અવશ્ય કરવા જોઇએ. શ્રધ્ધા પૂર્વક કરવા જોઇએ તે સુખ, શાંતિ, ધંધામાં વૃધ્ધિ કરનાર, યશ અને દીર્ઘ આયુષ્ય આપનાર છે.

ૐ હરી ૐ

 

 

Get in touch

સાંકૃત ગોત્રી પાઠક પરિવાર સહર્ષ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે.

Contact Details

  • info@sgppgujarat.org
  • + 91 9879571455
  • www.sgppgujarat.org
  • HNM Financial Consultants,
    119, 1st Floor, Siddharth complex,
    R.C.Dutt Road, Alkapuri,
    Vadodara - 390 007. Gujarat India.